Wednesday, 24 December 2014

LIFE ON FACEBOOK (FICTION+REALITY)..

Recently my friend's GF dumbed him on FB. I mean it's good that no hanging up the calls,no additional formalities, she just wrote 3 magical words 'it's over,bastard'. And the thing that hurts him more is that post got 752 likes!! As the fun fact, most of the likers were from his friend list. His mom and dad gave a little comment 'l..o..l..".Really, FB has changed the definition of love and friendship at the greater extent. Generally love and friendship were sincere and liable before FB came into picture. Some guys are so desperate that whenever any gorgeous girl upload a selfie, they download it and save to their cells, and when we ask "oh she is damn hot yaar who is she?" Then he will reply like"aree she! She is my ex". This story repeats day by day and at the end we desperately ask that how many EXs he has! answer comes "around 3 GB"(LOL). Some really beautiful girls upload their own pic,an average looking girl will post a group photo with some beauties so that one may confuse in finding out her...and girls with below average looks,will set sunshine and waterfalls as DP,so that she can increase the curiosity in boy's mind.....Boys are also not washed up with the milk, they are however having different mentality. Here in this case the situation is upside down than in case of girls. A boy having face like 'without make up Rajnikanth' will become a rock star with guitar that he didn't know how to play and will make changes in brightness, contras ans saturation via pics art and uploads a DP!!! After DP,status upload is the happening thing on fb. I mean no matter what scrap a girl puts staus msg,guys will going on like it and like it..one day a girl wrote a status that "missing my mom".. Within an hour it got 60 likes and 52 comments!!!! Guys were commenting like "ooo..6o 6weet", another one says "moms are the best",one desperate says"pls accept my friend request"!! I saw this and thought that I should also put the same status. Another day I did that and was waiting and waiting,all I got that was 1 comment "grow up kiddu" and that was from my mom only!! A funny thing that fb asks to the user who has just logged in is "what is on your mind?". I am like "nothing! That's why I am here!" :)..However it's good that fb is there because it is only the place where u can find all your friends on one platform and can have li'l time pass from busy schedule!! 

Tuesday, 9 December 2014

પહેલી નજરનો પ્રેમ

મળતાં દ્વિનયન અનન્ય વાર, મનમાં થયું કંઇક કેમ?
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

તત્ક્ષણ હણાઈ નિરાશા અને લાગ્યું સઘળું કુશળ ક્ષેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

તાદામ્યતાથી સ્ત્રવેલા એ સુરો કોઈએ સાંભળ્યા કે કેમ?
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

વરસવા આતુર છે અનંત લાગણી શિશિરના તડકા જેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

લહેરાયા અંતરના તાર સુરમયી કોઈ વીણાની જેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

પુષ્પ્સમ એ  પોમર શ્વાસમાં હજુ અકબંધ એમની એમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

‘અપૂર્ણ’ ભાસે બયાં કરવા વર્ણમાળાનું શબ્દરૂપી હેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!!
                                        ભાર્ગવ પટેલ


કોણ જાણે???

તરુ પર ફળ કેવી રીતે નીપજે કોણ જાણે?
વિવિધ ફળોનો સ્વાદ ભિન્ન કેમ કોણ જાણે?

ઋતુરાજ વસંત અને બાગની મૈત્રી કોણ જાણે?
ભરચોમાસે નખશિખ ઉજ્જડ મનોદશા કોણ જાણે?

ઊભરાઈને કેમ જમીનદોસ્ત થાય વિચારો કોણ જાણે?
લાગણી માટે એક મન મારું ઓછું પડ્યું કોણ જાણે?

સ્પર્શમાત્રથી લજામણી આટલી શરમાળ કેમ કોણ જાણે?
પારેવું શાંત અને કાબર ચંચળ કલબલી કેમ કોણ જાણે?

અરીસામાં છબી આપણી જ બહિર્મુખ છે કોણ જાણે?
નયનતૃષા અને ઉરક્ષુધા સૌની ‘અપૂર્ણ’ કેમ કોણ જાણે?

                                                         -ભાર્ગવ પટેલ



Wednesday, 19 November 2014

કંઈક તું કર બકા

ખંખેરી આળસ હવે ઉભો તું થા બકા
સફળતા જુએ રાહ ડગલાં તું માંડ બકા

થઇ જવા દે હવે આરપારનો ખેલ બકા
બતાવ જગતને તારી તાકાતની રેલ બકા

અત્યાર સુધી જે ન થયું એ હવે તું કર બકા
કહેવાતા દુખ તારા તું પોતે જ હર બકા

કર નહિ ફીકર રસ્તાની, ચાલે જ તું જા બકા
જાહોજલાલી છોડી ધૂળિયે મારગ ચાલ બકા

અગર પડે વિપદા તો હરિનું સ્મરણ કર બકા
ઝુકીશ નહિ ડરીશ નહિ ભલે તૂટે આભ બકા

કોઈ કહે ‘અપૂર્ણ’ એ પહેલા જ ‘પૂર્ણ’ તું થા બકા
તક મળ્યે તારું જીવન સઘળું ક્ષેમકુશળ કર બકા


                                          -ભાર્ગવ પટેલ

Wednesday, 12 November 2014

દુર્દશા આપણા ભારતની

કરવી છે વાત અને દોરવું છે સૌનું ધ્યાન,
જ્યાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

સ્થળે સ્થળે છે જ્યાં ભ્રષ્ટાચારની દુકાન,
ત્યાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

અહીં માત્ર પૈસો જ છે ફરજની સાચી શાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

નારીની સુરક્ષા પર છે સત્તાના આડા કાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

સારા વિચારોનું ટ્રકની પાછળ જ એક સ્થાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

ઘોર આતંકવાદથી ખદબદે છે પાડોશી શ્વાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

ગરીબની લાચારી બને છે ટી.આર.પી.ની આન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.


શ્રીમંતોના ખિસ્સામાં છે જેના કાનૂનની શાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.


દેખીતું હોવા છતાં જ્યાં નથી ‘અપૂર્ણ’તાનું ધ્યાન,
છતાં પણ ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

આશા જાગી છે કે મંત્રીરૂપે છે ઉપસ્થિત 'એક પ્રધાન',
જે અર્થસભર ઉપજાવશે ઉક્તિ ‘મેરા ભારત મહાન’. 

                                                      
                                                      -ભાર્ગવ પટેલ 







Monday, 3 November 2014

વિશ્વાસ

કદાચ એવું બને કે  મારા પ્રયત્નો નિષ્ફળ જાય,
પણ એ સંભવ થાય  જો ‘કૃષ્ણ-વિધાન’ મિથ્યા થાય.

સંજોગો નિર્માય કે જયારે ઉદ્યમ અફળ જાય,
પણ એ સંભવ થાય  જો વ્યર્થ ઋષિ તપસ્યા થાય.

પરિસ્થિતિ સર્જાય કે જ્યાં મારો પરિહાસ થાય,
પણ એ સંભવ થાય  જો ‘ગીતા’નો ધ્વંસ સર્જાય.

પ્રતિકુળતા પ્રતીત થાય કે જેથી ભવિષ્ય જોખમાય,
પણ એ સંભવ થાય  જો ‘અલૌકિક’ તત્વ ભરખાય.

સંપૂર્ણ જગત નીરખીને “હું ‘અપૂર્ણ’”નો ભાસ થાય,
પણ એ સંભવ થાય  જો ‘કૃષ્ણ-વિધાન’ મિથ્યા થાય.
                                       -ભાર્ગવ પટેલ


Tuesday, 21 October 2014

CELEBRATIONS!!! :- QUARTER TO FULL


દિવાળી સમયે બ્લોગની સાફ સફાઈ તો ના થઇ શકે પણ કંઈક નવું જરૂર લાવી શકાય છે. એટલે 'ધર્મભાષા'ના બદલે  'કર્મભાષા'માં થોડું લખાણ વાચકમિત્રોને સમર્પિત !!!!

Diwali: The festival that falls on new moon night but gives more charm and feel than the full moon night. It may be said that Diwali is the second largest and happening festival after Navratri. Festive season of diwali enlightens each and every face with the warmness of the relations and togetherness. Diwali is having its own master stroke that delights everyone irrespective to the ‘widely accepted social class’. Before the exciting festive week of diwali arrives at home, it has become a formality to clean each corner of the house. During this interesting and most common process, the gigantic feeling of returning to flashback of suddenly found thing is having its own esteem. People clean their ‘aashiyana’ for welcoming the guests and for creating good elegance of their home to others. However, it is sometimes not advisable to enter someone’s highly hygienic and well decorated building due to ugliness of their own interior. I mean to say that it is not mandatory that you brush up your living place but the cleanliness of your heart is having a major role here. We often miss the great opportunity to fresh up our thoughts and enlarging our goodness. Let we all try to do it this time, It may happen that you find the “real you” who was missing since considerable period of time, and possibly the joy of celebration will be doubled. House can be cleaned up by servants or by any other means but to do the cleaning of ourselves, we have to give some movement to our hands(or say mind). And for that we have to try by ourselves. Diwali is celebrated every year and the houses too cleaned each year but unless and until the thought cleaning is not there, we will miss the real holiness and glossiness of this festival. That feeling from within is yet to come out. Let’s hope that this year may this said light of soul arrive from the depth of our heart and brighten this Diwali.
      Happy Diwali & Happy New Year to all readers who give me inspiration.     

                                                                   ->BHARGAV PATEL

Sunday, 19 October 2014

અલગારી સમૂહ

મનમંદિરમાં આજે અવકાશ મળતાં, ખાસી એવી ફુરસદ મળી છે,
કોલેજના મારા happening ગ્રુપની, વાતોરૂપી સુનામી હૃદયે ચડી છે.
ગ્રુપની મારા વાત કરતા નામોની એક લાંબી યાદી જડી છે,
વીર, સ્મિત, ઉર્વિશ, મૃગેશ, કેનલ, હિરેન, ધાર્મિક, અંકુશ, હિતુ,
રવિ, ગૌરાંગ ને ના જાણે કેટલાયની તસવીર સાપેક્ષ ખડી છે.
વીરના ડાયરા અને સ્મિતની શાહરુખવાળી વાતો મનમાં ભળી છે,
ઉર્વિશના ‘શ્લોકો’માં ઝરતી નિખાલસતા નજરે પડી છે.
મૃગેશની અનાયાસે જ ચાલુ થતી હિન્દી થોડી ખાટી થોડી ગળી છે,
જયારે ટંડેલની ‘કરા’ ’જવા’ અને ‘આવા’ની લચક મનને મળી છે.
હિરેન આમ તો શાંત છે પણ એની senty થવાની style આજે જડી છે,
અંકુશની બેફિકરી અને હિતુની ફીકરીની વાતો સોગાદમાં મળી છે.
રવિનું કમનસીબ અને એના પરના વિજયની યાદ સાંપડી છે,
કોલેજની વિવિધ જગ્યા પરના selfiesની storage ફોનમાં પડી છે.
ધાર્મિકની ફક્કડ વાતો સંભાળતા મગજની થઇ ગયેલી કઢી છે,
ખરેખર એના માટે તો એકમાત્ર સ્થાન બાવાની મઢી જ છે.
ગૌરાંગની વાત કરતા જર્મની જવાની એક કેડી જડી છે,
પણ એની અનકહી દાસ્તાં ક્યાંક તો પઢી પઢી છે.  
મારી વાત હું જ કરું તો એની  મજા માત્ર થોડી છે,
પણ ‘Bhaggu’ તરીકેની ઓળખ એ જ સફળતા જડી છે.
છુટા પડ્યા પછી ક્યાં હોઈશું તેની વાતો આંખોથી ધૂંધળી છે,
છતાં whats app પર સતત touchમાં રહેવાની promise મળી છે.
એક-એક લાઈનમાં સૌને પ્રસ્તુત કરતા થોડી તકલીફ તો નડી જ છે,
પણ ગ્રુપ માટે લખેલા શબ્દો માટે ગર્વની લાગણી તો મળી જ છે.



Saturday, 4 October 2014

નવરાત્રી=REFRESHING જૂની મૈત્રી

નવરાત્રી!!!! નામ સંભાળતા જ કાનમાં ગરબાની ગુંજ અને હાથ-પગનો થરકાટ સંચારિત થઇ જાય અને રોમ રોમ પુલકિત થયાનો અનુભવ થાય.પરંતુ આજે નવરાત્રી વિષે ગરબા સિવાયની વાત કરવાનો અવસર સાંપડ્યો છે.તમે કહેશો કે નવરાત્રીની વાત હોય અને એમાં ગરબા ના હોય તો તો થઇ રહ્યું! પણ આ વાત છે નવરાત્રીમાં (જ) મળતા શાળાકાળ કે ટ્યુશનકાળ દરમિયાન બનેલા મિત્રો અને એમની સાથેની મૈત્રીની!!!
ગરબા ગ્રાઉન્ડ પર જામેલી હજારોની જનમેદની વચ્ચે સહસા જ કોઈના ચહેરા પર પડતી નજર અને નજરના એકાકાર સાથે જ મનના micro SD cardમાં store થયેલી એ વ્યક્તિ સાથે સંકળાયેલી યાદોનો flashback આંખની screen પર રેલાઈ જાય અને પછી સમીપ જઈને “અરે તું?!!” નો ઉદગાર આપોઆપ જ જિહ્વા પર આવી જાય છે. હા,થોડીક ક્ષણો માટે આપણા કદકાઠીમાં છેલ્લા અડધા દાયકામાં થયેલા ફેરફારના લીધે સામેવાળું પરિજન ઓળખવામાં થાપ ખાય પણ માંડ ૩.5 second બાદ એના mind indicator પર green signal પકડાઈ જ જાય.ઓળખાણ પડ્યા બાદનો એક hi-five ગરબાના ઉત્સાહમાં ઉમેરો કરી જાય છે. ત્યારબાદ તો સવાલો અને જવાબોની રમઝટ જામે!! ક્યાં છે ભાઈ તું? કેટલા time પછી મળ્યો?શું કરે છે આજકાલ? વગેરે વગેરે...
અંતમાં facebook પર ‘felling awesome with ABC & XYZ’ સાથેના selfie pic સાથે અણધાર્યા ભેટાનું HAPPY ENDING...
નવરાત્રી જ કદાચ એકમાત્ર એવો તહેવાર છે જે આપણે ઘરમાં કે ઘરઆંગણે નથી ઉજવતા! અને આ જ સુખદ કારણ છે જે જૂના મિત્રો અને તેમની મિત્રતાનો સાક્ષાત્કાર કરાવે છે.
                                                                       àભાર્ગવ પટેલ

                          

Saturday, 30 August 2014

ભ્રષ્ટાચારરૂપે ચક્રવ્યૂહ અને 'ભારત' એક અભિમન્યુ

                  છેતરપીંડી/ભ્રષ્ટાચાર/લાગવગ/લાંચ/રિશવત,આ તમામ (અપ)શબ્દો વારંવાર કર્ણપટલ પર પ્રતાડિત થવાની નિયમિતતાએ આજનો લેખ લખવાની પ્રેરણા આપી છે.આ સર્વેના દમન અને શમનની વાતો તો ઘણી જ ચર્ચાય છે,પરંતુ આ લેખમાં એ બધી વાતોની પેલેપારની હકીકતથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે.સાંજની ચાની ચુસ્કી સાથે આવેલા વિચારનું આ સ્વરૂપ શીર્ષકને અનુરૂપ બનાવવાનો પ્રયત્ન સફળ નીવડે તેવી આશા!!
                  ભ્રષ્ટાચાર=ભ્રષ્ટ+આચાર અર્થાત વ્યક્તિના આચાર(પણ મોટા ભાગે વિચાર)માં ભ્રષ્ટતા વ્યાપ્ત થતા ઘટતી દુર્ઘટના.ચપરાસીથી માંડીને સર્વોચ્ચ હોદ્દા પર પર બિરાજમાન વ્યક્તિને “UNDER THE TABLE” રૂપિયા પચાવી પાડવાની લાજવાબ સમજણ છે.જો તમે કાયદા અને કાનૂનથી કામ કઢાવવા જાઓ તો તેઓ ના જાણે કઈ અનભિજ્ઞ કલમ અને કયા એક્ટ હેઠળ તમારા કામને ગેરકાનૂની ઠેરવી દે તેના વિષે “NO IDEA”!!.અને પછી એ જ અમલદાર યથાયોગ્ય રકમ લીધા પછી તમામ કાયદાઓ નેવે મુકીને SAME કામ કરી આપે છે.આ અનુભવ એ માનવા આપણને મજબૂર(અને મનને મજબૂત) કરે કે “રૂપિયાનું મુલ્ય દેશના અમુલ્ય ગણાતા કાનૂન કરતા ઉચ્ચ કોટિનું છે.”
                   ધ્યાનથી અને ખરા હૃદયથી વિચારવામાં આવે તો આ સર્વેના મૂળમાં પણ આપણે સૌ જ છીએ.મેં પણ ઘણા ‘એવા’નો પરિચય લીધેલો છે કે જે ભ્રષ્ટાચારના વિરોધી હોય પણ સમય આવે ત્યારે એ જ વિરોધને સમર્થન આપીને પોતાનું અંગત કામ પર પડતા હોય છે.ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહનું કોણ જાણે આ કયું ચરણ છે જેમાં ભારતરૂપી અભિમન્યુ કેટલી હદે ફસાયો છે જેનું વર્ણન અકલ્પનીય છે.
                   સતત એક જ સવાલ ઘેરી વળે કે શું અભિમન્યુની માફક આપણો દેશ પણ આ ચક્રવ્યુહમાં દમ તોડશે????? તો જવાબ છે “જી ના”!!!! કારણ કે અભિમન્યુ ચક્રવ્યુહમાં પ્રવેશવાનું જ જાણતો હતો પણ નીકળવાનું નઈ,પરંતુ આપણે સૌ તો બંને દાવપેચથી સારી રીતે વાકેફ છીએ! તો પછી એ બધા અમલી ક્યારે કરીશું??યુદ્ધના ચક્રવ્યૂહમાં અભિમન્યુનું મૃત્યુ એ તેની નિયતિ હતી પણ દેશની નિયતિના ઘડવૈયા તો આપણે દેશવાસીઓ જ છીએ અર્થાત આપણા મનમાં રહેલા ભ્રષ્ટાચારના વિરોધપણાને માત્ર શબ્દોમાં જ નહિ પરંતુ વ્યવહારિક અને વાસ્તવિક જીવનમાં બયાં કરવાનો સમય હવે પાકી ગયો છે.
                   એવું નથી કે વ્યક્તિગત અટકાવરૂપી બ્રહ્માસ્ત્રથી પળભરમાં આ વ્યૂહ ધ્વસ્ત થઇ જશે પણ વ્યક્તિમાત્રથી થતી શરૂઆતથી એક ભ્રષ્ટાચાર રહિત સમાજની રચના તો નિસંદેહપણે શક્ય છે જ.
                     *સ્વયં વિચાર અવશ્ય કરજો*                                                                                                      àBHARGAV

                

Friday, 29 August 2014

'Hurry'માં છો? તો પછી 'હરિ'માં ક્યારે?

                                                 "I am in little hurry right now, so will talk to you later"!!!! આવા શબ્દો કોઈકના મોઢે હું લગભગ રોજ સાંભળું છું અને માનું છું ત્યાં સુધી તમે પણ સંભાળતા જ હશો.અને સાથે જ વિચારું છું કે ખરેખર આ માણસ "talk to you later" (whats app ની ભાષામાં ttly)નું પાલન કરે છે ખરો?? લાગે છે કે આ hurry શબ્દની શોધ સુવિધા કમ આપત્તિજનક વધારે છે.આજકાલ લગભગ બધા જ લોકોને કંઇક ને કંઇક કામને અંજામ આપવાની ઉતાવળ હોય છે,અને એ કામ પૂર્ણ થયું તો ના હોય અને કોઈ અન્ય કામ ને આખરી ઓપ આપવાની જલ્દી હોય છે.
                                                 Highways પર, tolltax પર અને even ટ્રાફિક સિગ્નલ પર પણ આ Hurry નું વર્ચસ્વ જોવા મળશે.કોઈપણ વ્યક્તિને (પછી ભલેને એ સાયકલ પર હોય કે લક્ઝરી કારમાં) જરાપણ રાહ જોવી નથી.વળી સરકારી ઓફીસોની બારી આગળ થતી લાઈનમાં તો એટલી બધી જલ્દીવાળા માણસોનો પરચો મળશે કે જાણે આ સ્થળે તો તેઓ માત્ર ઔપચારિક સ્વરૂપે જ ઉપસ્થિત છે.પછી જલ્દી ના બહાના હેઠળ એમને પ્રથમ તક આપવા જતા આપણી પરિસ્થિતિ નાના પાટેકરની ફિલ્મ 'ક્રાંતિવીર' માં પાણીના નળ પાસે ઘડો લઈને ઉભેલી પેલી વિધવા બહેન જેવી પ્રતીત થાય છે.
                                                  જો આ જ Hurry શબ્દને આપણી માતૃભાષામાં એ જ સ્વરૂપે લખવામાં આવે તો બનતો શબ્દ "હરિ" છે, અને હરિ એ સર્વ "hurry" નો પરિણામકર્તા છે.અર્થાત્, જગતની તમામ 'hurry' નો અંતિમ નિર્ણય હરિના જ હાથમાં છે.તમે કહેશો કે હરિ અને hurry ને કોઈ સંબંધ કેવી રીતે હોઈ શકે???તો એના જવાબમાં મારા favorite મહાભારતનું દ્રષ્ટાંત આપું કે આ યુદ્ધ અઢાર દિવસોના બદલે માત્ર ૧૮ સેકંડમાં જ પૂરું થઇ ગયું હોત જો ભગવાન કૃષ્ણ hurryમાં હોત!!!! જો ભગવાન સ્વયં જ કોઈ પણ કાર્યના સમાપનની નિશ્ચિત સમય સુધી રાહ જોતા હતા તો પછી 'who we the humans are to be in a hurry'!!! 
                                                  આથી જ વિચારું છું કે hurryમય બનવા કરતા હરિમય બનવામાં શાણપણ છે. સહમત ???
                                                                                                                    -BHARGAV               
                               

Tuesday, 26 August 2014

KRISHNAISM

'KRISHNA' :- The name itself implies a God who is favorite to all kind of people from all religions.Each and every person whom u ask about KRISHNA,he/she will tell u about all the good deeds of Lord and  all the good qualities that KRISHNA had.BUT the thing is not all about knowing everything about KRISHNA,my question lies in how much "KRISHNA-ISM" that we have gained???

KRISHNA was a good son,a good student,a good friend,a good teacher,a good philosopher, and the endless list could be made up.Lord KRISHNA had so many faces such as with Sudama,Odhav &Draupadi he was a good friend,with Arjuna he was a teacher,with Yashoda and Nand he was a son,and much more.KRISHNA had given all the respect and equality to all these characters."ARE WE DOING THIS??"..(blank)...Are we giving the equality to all our characters?(hardly we r having maximum two or three characters to play)......

In whichever character Krishna had always been concerned with WELFARE OF THE SOCIETY.He never thought about own life.For the implementation of DHARMA, he even did not concern with his happiness.ARE WE CONCERNED WITH THE WELFARE OF OUR OWN SOCIETY?

Kishna Janmotsav is celebrated all over the India every year, but during the period of one year (if we think with honest heart)up to how much extend we have implemented the good qualities of Lord Krishna in our actual life?(#swayam_vichar_kijiye)!!!




ચિંતાથી ચિંતન સુધી

                                       સામાન્ય રીતે ચિંતા એ દરેક જીવના જીવનનું અભિન્ન પાસું છે.ચિંતા વિષે અત્યાર સુધી અગણિત લેખ લખાયા છે પરંતુ લેખક અને એ વ્યક્તિ કે જે ચિંતામાં છે તે બંનેની મનઃસ્થિતિ વચ્ચે એક સંસારી અને સન્યાસી જેટલો તફાવત છે.ચિંતા વિષે લખનાર લેખકને  માત્ર કલ્પનાથી સમગ્ર લેખ ની રચના કરવાની હોય છે જયારે ચિંતામાં રહેલો માનવી એ કલ્પનાને વાસ્તવિકતાના સ્વરૂપમાં જીવી રહ્યો હોય છે.પણ આ ચિંતાનું ખરેખરું વર્ણન છે શું? ચિંતાની વ્યાખ્યા શું છે?
                                       મારા અનુભવ અનુસાર ચિંતા એટલે "વર્તમાનમાં ઘટતી ઘટનાઓનું ભવિષ્ય સાથે અકારણ થતું જોડાણ".અર્થાત સામાન્ય અર્થમાં ચિંતા એ ભવિષ્યનું ભયાવહ કાલ્પનિક સ્વરૂપ છે.ચિંતાની પ્રકૃતિ માણસે માણસે બદલાતી રહેતી હોય છે.પરંતુ આ બદલાતા સ્વરૂપોની ક્યાંક ને ક્યાંક તો સુસંગતતા નિશ્ચિતરૂપે હોય જ છે.
                                       ચિંતાનું " hot favorite " ઉદાહરણ જોઈએ તો:-માતાપિતાને પોતાના સંતાનના વિષયમાં ચિંતા હોય કે મારો દીકરો/દીકરી સારી રીતે ભણીગણીને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરે એટલે બસ ચિંતા પૂરી,પણ એ જ માતાપિતાને  એ ચિંતા પૂરી થયા બાદ એ હોદ્દા પરથી એક ઉપરના હોદ્દા પર સંતાનને જલ્દીથી પહોચતા જોવાની ચિંતા થાય છે.આમ આ ઉદાહરણ દ્વારા દેખીતું જ છે કે ચિંતા અલગ અલગ સ્વરૂપે પણ અનંત છે.
                                       આ તો થઇ ચિંતા વિશેની વાત ! પણ જો ચિંતાથી મુક્ત એવું  અચિંત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો શું ઉપાય છે?આ સવાલના જવાબ માં ઘણા સ્વરૂપો હોઈ શકે છે.કોઈ કહેશે કે ચિંતા કરવી જ શું કામ?,તો બીજું વ્યક્તિ કહેશે કે જે મળે તેમાં સંતોષ રાખવો,પરંતુ એ સતોષ જ અસંતોષ જન્માવે ત્યારે શું?.વસ્તુતઃ આ બધા ઉત્તરોથી પરે પણ એક ઉત્તર છે અને એ છે "ચિંતન ".
                                       ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર જયારે કોઈ ચિંતા હોય ત્યારે ચિંતન કરવું આવશ્યક છે.ચિંતા ઉત્પન્ન કરતી પરિસ્થિતિ વિશેનું ચિંતન જ માત્ર એક ઉપાય છે.સામાન્ય રીતે ચિંતન કરવું એ કોઈ તપસ્યા કરવા જેવું આકરું કાર્ય નથી,આપણે સૌ દરેક સંજોગોમાં ચિંતન કરવા માટે સક્ષમ હોઈએ છીએ જરૂર છે તો માત્ર એક પ્રયાસની.ચિંતનની સાદી વ્યાખ્યા છે કે"ચિત્તને ઝંઝોડવાની પ્રક્રિયા એટલે જ ચિંતન".ચિંતાના મૂળમાં માત્ર મનની અકળ ગતિ જ છે.જયારે આપણું હૃદય આપણા મનને આધીન થઇ જાય છે ત્યારે ચિંતા જન્મ લે છે.
                                       આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે સંસારી અને સન્યાસી વચ્ચે શું તફાવત છે?જવાબ એ છે કે સંસારી વ્યક્તિ હંમેશા ચિંતામાં હોય છે જયારે સન્યાસી સદાય ચિંતનમાં રાચતો હોય છે.મારો કહેવાનો મતલબ એ નથી કે આપને પણ સન્યાસી થઈને સતત ચિંતન કરતા રહીએ પરંતુ આપણે  "ચિંતા ચિતા સમાન છે " પંક્તિનો અર્થ  જાણીએ છીએ પણ તેનો મર્મ નથી સમજી શક્યા.
                                       પ્રથમ જોતા ચિંતાની પરિસ્થિતિમાં મનને ચિંતનમાં કાર્યરત કરવા માટે ઊર્મિક પરિશ્રમ કરવો આવશ્યક છે પરંતુ "ચિંતાથી ચિંતન સુધીની સફરમાં થોડું SUFFER થવું એ ચિંતાના લીધે SUFFER થવા કરતા સવાયું છે."                      
                                                                                             
                                                                                                                --BHARGAV K PATEL

ઓળખાણનું "જેક" સ્વરૂપ

                                       "ફલાણી જગ્યાએ જતા રહો,ત્યાં આપણે ઢીકણાભાઈ સાથે ઓળખાણ છે.કામ થઇ જશે." આવું વિધાન આજકાલ સાંભળવામાં સામાન્ય છે."મારા છોકરા/છોકરી ને ફલાણી નોકરી કરાવવી છે એ ઓફીસમાં આપનો કોઈ 'જેક' ખરો?" આ વાક્ય કોઈ ચિંતિત વાલીના મુખમંડળે સંભળાય છે.જુના સમયમાં શેઠ શગાળશાની ઓળખાણ પર હુંડી લખીને પુણ્યના કામ થતા હતા,પરંતુ આજે એ જ ઓળખાણ અંગત સ્વાર્થ માટે વપરાતી જોવા મળે છે.જેકની વ્યાખ્યા જ ઓળખાણના સ્વાર્થીક ઉપયોગ સાથે સંકળાયેલી છે.
                                        ઓળખાણને વાપરવાની સૂઝ ક્યારથી આટલી પ્રબળ બની તેનું કોઈ ચોક્કસ સમયમાપન નથી,પણ એટલું જરૂરથી દેખીતું છે કે આ સમજ ભ્રષ્ટાચારના જેટલી જ વિકટ છે."ઓળખીતો હવાલદાર જ બે ડંડા વધારે મારે" એ કહેવતનકામી જણાઈ રહી છે.આજના વિદ્યાર્થીને લાયકાતના આધાર પર નોકરી મેળવવા કરતા કોઈના 'જેક'થી મેળવવામાં વધારે વિશ્વાસ છે.વળી,સરકારી ખાતાઓમાં તો આ દુષણ અસહ્ય પ્રમાણમાં ફેલાયેલું છે.ઘણાંખરા ગુનેગારો પણ વકીલોની ઓળખાણની છત્રછાયાના લીધે મોટી મોટી સજાઓથી બચી જવા પામે છે.ટ્રેનના આરક્ષણથી માંડીને સરકારી નોકરીઓ સુધી ઓળખાણ અને ઓળખીતાઓનો જ દબદબો છે.
                                        પરંતુ જો ધ્યાનથી વિચારવામાં આવે તો જે વ્યક્તિની ઓળખાણ (જેક) નથી તેમનું શું? Perticularly શિક્ષણ ક્ષેત્રે જ વાત કરું તો જે વિદ્યાર્થી સાચા અર્થમાં વિદ્યાનો અર્થી છે તે દિવસ રાત એક કરીને ઉત્તમ જ્ઞાન તો પ્રાપ્ત કરે છે પરંતુ તેમ છતાં એ પોતાના જ સહપાઠી કે જેની ઓળખાણ વધુ અને લાયકાત ઓછી છે તેના કરતા મોડી અને ઓછી ગુણવત્તાવાળી નોકરી મળતી હોય છે.આજ સુધી મેં ઘણાને એવો ફાંકો મારતા જોયા છે કે "મારે તો માત્ર  ડિગ્રી જ જોઈએ છે બાકી બધું સેટીંગ પપ્પા કરી દેશે" પણ તેઓ એ નથી જાણતા કે પોતે બીજાનો હક છીનવી રહ્યા છે.
                                        જો આપણી આસપાસ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો જાણવા મળશે કે ઘણા લોકો 'જેક'-આધીન જ છે.ઓળખાણનું જેક સ્વરૂપ એટલું વિસ્તૃત છે કે ઘણી વાર તો આપણે પણ વિચારમાં પડી જઈએ કે "સાલું ઓળખાણ નઈ હોય તો કામ કેવી રીતે થશે?".
                                        આમ,ગુઢતાભરી અસમંજસમાં નાખી દેતા આજના આ 'જેક-યુગ'માં જેક વગર જ કોઈ કામ થઇ જાય તો એ મળેલી મોટી સફળતાથી ઓછું નથી.
                                                                                            BHARGAV