છેતરપીંડી/ભ્રષ્ટાચાર/લાગવગ/લાંચ/રિશવત,આ તમામ (અપ)શબ્દો વારંવાર કર્ણપટલ
પર પ્રતાડિત થવાની નિયમિતતાએ આજનો લેખ લખવાની પ્રેરણા આપી છે.આ સર્વેના દમન અને
શમનની વાતો તો ઘણી જ ચર્ચાય છે,પરંતુ આ લેખમાં એ બધી વાતોની પેલેપારની હકીકતથી
અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે.સાંજની ચાની ચુસ્કી સાથે આવેલા વિચારનું આ સ્વરૂપ
શીર્ષકને અનુરૂપ બનાવવાનો પ્રયત્ન સફળ નીવડે તેવી આશા!!
ભ્રષ્ટાચાર=ભ્રષ્ટ+આચાર અર્થાત
વ્યક્તિના આચાર(પણ મોટા ભાગે વિચાર)માં ભ્રષ્ટતા વ્યાપ્ત થતા ઘટતી
દુર્ઘટના.ચપરાસીથી માંડીને સર્વોચ્ચ હોદ્દા પર પર બિરાજમાન વ્યક્તિને “UNDER THE TABLE” રૂપિયા પચાવી પાડવાની લાજવાબ સમજણ છે.જો તમે કાયદા અને
કાનૂનથી કામ કઢાવવા જાઓ તો તેઓ ના જાણે કઈ અનભિજ્ઞ કલમ અને કયા એક્ટ હેઠળ તમારા
કામને ગેરકાનૂની ઠેરવી દે તેના વિષે “NO
IDEA”!!.અને પછી એ જ અમલદાર યથાયોગ્ય
રકમ લીધા પછી તમામ કાયદાઓ નેવે મુકીને SAME કામ કરી આપે છે.આ અનુભવ એ
માનવા આપણને મજબૂર(અને મનને મજબૂત) કરે કે “રૂપિયાનું મુલ્ય દેશના અમુલ્ય ગણાતા
કાનૂન કરતા ઉચ્ચ કોટિનું છે.”
ધ્યાનથી અને ખરા હૃદયથી
વિચારવામાં આવે તો આ સર્વેના મૂળમાં પણ આપણે સૌ જ છીએ.મેં પણ ઘણા ‘એવા’નો પરિચય
લીધેલો છે કે જે ભ્રષ્ટાચારના વિરોધી હોય પણ સમય આવે ત્યારે એ જ વિરોધને સમર્થન
આપીને પોતાનું અંગત કામ પર પડતા હોય છે.ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહનું કોણ જાણે આ કયું
ચરણ છે જેમાં ભારતરૂપી અભિમન્યુ કેટલી હદે ફસાયો છે જેનું વર્ણન અકલ્પનીય છે.
સતત એક જ સવાલ ઘેરી વળે કે
શું અભિમન્યુની માફક આપણો દેશ પણ આ ચક્રવ્યુહમાં દમ તોડશે????? તો જવાબ છે “જી
ના”!!!! કારણ કે અભિમન્યુ ચક્રવ્યુહમાં પ્રવેશવાનું જ જાણતો હતો પણ નીકળવાનું
નઈ,પરંતુ આપણે સૌ તો બંને દાવપેચથી સારી રીતે વાકેફ છીએ! તો પછી એ બધા અમલી ક્યારે
કરીશું??યુદ્ધના ચક્રવ્યૂહમાં અભિમન્યુનું મૃત્યુ એ તેની નિયતિ હતી પણ દેશની
નિયતિના ઘડવૈયા તો આપણે દેશવાસીઓ જ છીએ અર્થાત આપણા મનમાં રહેલા ભ્રષ્ટાચારના
વિરોધપણાને માત્ર શબ્દોમાં જ નહિ પરંતુ વ્યવહારિક અને વાસ્તવિક જીવનમાં બયાં
કરવાનો સમય હવે પાકી ગયો છે.
એવું નથી કે વ્યક્તિગત
અટકાવરૂપી બ્રહ્માસ્ત્રથી પળભરમાં આ વ્યૂહ ધ્વસ્ત થઇ જશે પણ વ્યક્તિમાત્રથી થતી
શરૂઆતથી એક ભ્રષ્ટાચાર રહિત સમાજની રચના તો નિસંદેહપણે શક્ય છે જ.
*સ્વયં
વિચાર અવશ્ય કરજો* àBHARGAV