Tuesday, 21 October 2014

CELEBRATIONS!!! :- QUARTER TO FULL


દિવાળી સમયે બ્લોગની સાફ સફાઈ તો ના થઇ શકે પણ કંઈક નવું જરૂર લાવી શકાય છે. એટલે 'ધર્મભાષા'ના બદલે  'કર્મભાષા'માં થોડું લખાણ વાચકમિત્રોને સમર્પિત !!!!

Diwali: The festival that falls on new moon night but gives more charm and feel than the full moon night. It may be said that Diwali is the second largest and happening festival after Navratri. Festive season of diwali enlightens each and every face with the warmness of the relations and togetherness. Diwali is having its own master stroke that delights everyone irrespective to the ‘widely accepted social class’. Before the exciting festive week of diwali arrives at home, it has become a formality to clean each corner of the house. During this interesting and most common process, the gigantic feeling of returning to flashback of suddenly found thing is having its own esteem. People clean their ‘aashiyana’ for welcoming the guests and for creating good elegance of their home to others. However, it is sometimes not advisable to enter someone’s highly hygienic and well decorated building due to ugliness of their own interior. I mean to say that it is not mandatory that you brush up your living place but the cleanliness of your heart is having a major role here. We often miss the great opportunity to fresh up our thoughts and enlarging our goodness. Let we all try to do it this time, It may happen that you find the “real you” who was missing since considerable period of time, and possibly the joy of celebration will be doubled. House can be cleaned up by servants or by any other means but to do the cleaning of ourselves, we have to give some movement to our hands(or say mind). And for that we have to try by ourselves. Diwali is celebrated every year and the houses too cleaned each year but unless and until the thought cleaning is not there, we will miss the real holiness and glossiness of this festival. That feeling from within is yet to come out. Let’s hope that this year may this said light of soul arrive from the depth of our heart and brighten this Diwali.
      Happy Diwali & Happy New Year to all readers who give me inspiration.     

                                                                   ->BHARGAV PATEL

Sunday, 19 October 2014

અલગારી સમૂહ

મનમંદિરમાં આજે અવકાશ મળતાં, ખાસી એવી ફુરસદ મળી છે,
કોલેજના મારા happening ગ્રુપની, વાતોરૂપી સુનામી હૃદયે ચડી છે.
ગ્રુપની મારા વાત કરતા નામોની એક લાંબી યાદી જડી છે,
વીર, સ્મિત, ઉર્વિશ, મૃગેશ, કેનલ, હિરેન, ધાર્મિક, અંકુશ, હિતુ,
રવિ, ગૌરાંગ ને ના જાણે કેટલાયની તસવીર સાપેક્ષ ખડી છે.
વીરના ડાયરા અને સ્મિતની શાહરુખવાળી વાતો મનમાં ભળી છે,
ઉર્વિશના ‘શ્લોકો’માં ઝરતી નિખાલસતા નજરે પડી છે.
મૃગેશની અનાયાસે જ ચાલુ થતી હિન્દી થોડી ખાટી થોડી ગળી છે,
જયારે ટંડેલની ‘કરા’ ’જવા’ અને ‘આવા’ની લચક મનને મળી છે.
હિરેન આમ તો શાંત છે પણ એની senty થવાની style આજે જડી છે,
અંકુશની બેફિકરી અને હિતુની ફીકરીની વાતો સોગાદમાં મળી છે.
રવિનું કમનસીબ અને એના પરના વિજયની યાદ સાંપડી છે,
કોલેજની વિવિધ જગ્યા પરના selfiesની storage ફોનમાં પડી છે.
ધાર્મિકની ફક્કડ વાતો સંભાળતા મગજની થઇ ગયેલી કઢી છે,
ખરેખર એના માટે તો એકમાત્ર સ્થાન બાવાની મઢી જ છે.
ગૌરાંગની વાત કરતા જર્મની જવાની એક કેડી જડી છે,
પણ એની અનકહી દાસ્તાં ક્યાંક તો પઢી પઢી છે.  
મારી વાત હું જ કરું તો એની  મજા માત્ર થોડી છે,
પણ ‘Bhaggu’ તરીકેની ઓળખ એ જ સફળતા જડી છે.
છુટા પડ્યા પછી ક્યાં હોઈશું તેની વાતો આંખોથી ધૂંધળી છે,
છતાં whats app પર સતત touchમાં રહેવાની promise મળી છે.
એક-એક લાઈનમાં સૌને પ્રસ્તુત કરતા થોડી તકલીફ તો નડી જ છે,
પણ ગ્રુપ માટે લખેલા શબ્દો માટે ગર્વની લાગણી તો મળી જ છે.



Saturday, 4 October 2014

નવરાત્રી=REFRESHING જૂની મૈત્રી

નવરાત્રી!!!! નામ સંભાળતા જ કાનમાં ગરબાની ગુંજ અને હાથ-પગનો થરકાટ સંચારિત થઇ જાય અને રોમ રોમ પુલકિત થયાનો અનુભવ થાય.પરંતુ આજે નવરાત્રી વિષે ગરબા સિવાયની વાત કરવાનો અવસર સાંપડ્યો છે.તમે કહેશો કે નવરાત્રીની વાત હોય અને એમાં ગરબા ના હોય તો તો થઇ રહ્યું! પણ આ વાત છે નવરાત્રીમાં (જ) મળતા શાળાકાળ કે ટ્યુશનકાળ દરમિયાન બનેલા મિત્રો અને એમની સાથેની મૈત્રીની!!!
ગરબા ગ્રાઉન્ડ પર જામેલી હજારોની જનમેદની વચ્ચે સહસા જ કોઈના ચહેરા પર પડતી નજર અને નજરના એકાકાર સાથે જ મનના micro SD cardમાં store થયેલી એ વ્યક્તિ સાથે સંકળાયેલી યાદોનો flashback આંખની screen પર રેલાઈ જાય અને પછી સમીપ જઈને “અરે તું?!!” નો ઉદગાર આપોઆપ જ જિહ્વા પર આવી જાય છે. હા,થોડીક ક્ષણો માટે આપણા કદકાઠીમાં છેલ્લા અડધા દાયકામાં થયેલા ફેરફારના લીધે સામેવાળું પરિજન ઓળખવામાં થાપ ખાય પણ માંડ ૩.5 second બાદ એના mind indicator પર green signal પકડાઈ જ જાય.ઓળખાણ પડ્યા બાદનો એક hi-five ગરબાના ઉત્સાહમાં ઉમેરો કરી જાય છે. ત્યારબાદ તો સવાલો અને જવાબોની રમઝટ જામે!! ક્યાં છે ભાઈ તું? કેટલા time પછી મળ્યો?શું કરે છે આજકાલ? વગેરે વગેરે...
અંતમાં facebook પર ‘felling awesome with ABC & XYZ’ સાથેના selfie pic સાથે અણધાર્યા ભેટાનું HAPPY ENDING...
નવરાત્રી જ કદાચ એકમાત્ર એવો તહેવાર છે જે આપણે ઘરમાં કે ઘરઆંગણે નથી ઉજવતા! અને આ જ સુખદ કારણ છે જે જૂના મિત્રો અને તેમની મિત્રતાનો સાક્ષાત્કાર કરાવે છે.
                                                                       àભાર્ગવ પટેલ