છેલ્લા ૧ વર્ષની મહેનત અને એન્જીનીયરીંગની ચાર વર્ષની સાધના તેમજ સનાતન પરબ્રહ્મ પરમાત્મા તરફથી મળેલા સહયોગની ફળશ્રુતિ સ્વરૂપે ૨૪ અને ૨૫ મે ૨૦૧૫ની સવારના અખબારમાં નામ અને પ્રોજેક્ટની પ્રેસ નોટ જોઇને હૈયું હિલોળે ચઢ્યું. આજકાલના પેઈડ ન્યુઝના જમાનામાં કોઈ એક પણ રૂપિયો લીધા વગર માત્ર અમારા પ્રોજેક્ટની યુનીક્નેસ જોઇને જ સમાચાર છાપે એવા અખબાર પર ગર્વ જરૂરથી લેવું જોઈએ.થેંક યુ સંદેશ અને દિવ્ય ભાસ્કર.
અમારી ટીમના બાકીના ત્રણેય સભ્યો મૃગેશ, હિરેન અને કેનલના સાથ તેમજ વ્યોમેશ સર જેવા માર્ગદર્શક વગર આ શક્ય નહતું. મસ્તી મસ્તીમાં જ કરેલું કામ અને વધેલા પૈસાના કરેલા નાસ્તા યાદ રહેશે.અહી ભાવનગરના માયાળુ માનવી એવા રફીકભાઈની સહાય અકલ્પનીય રહી.
અહી એક ઉલ્લેખ કરવો જરૂરી સમજુ છું કે મારા મમ્મી પપ્પાએ આમ તો મારું નામ પેપરમાં આના કરતા પેહલા બે-ત્રણ વાર જોયું હશે પણ આજે કૈક ખાસ હતું કારણ કે જ્યારે પણ ૧૨માં ધોરણના સમયે પેપરમાં કોઈ સારા પ્રોજેક્ટનું નામ અને બનાવવાવાળા વિદ્યાર્થીઓની તસવીર છપાતી ત્યારે હું પપ્પાને કેહતો કે "પપ્પા ચાર વર્ષ પછી આપડું પણ આવશે"!!! આજે મારા અને મમ્મી-પપ્પાના અનેક સહિયારા સપનાઓમાનું એક પૂરું થયું એમ જણાવવામાં કોઈ અતિશયોક્તિ નથી.જો કે આ તો શરૂઆત છે, હજુ મંઝીલ પહેલા ઘણો પથ કાપવાનો બાકી છે.