Friday, 9 September 2016

I tasted her teers

From the last ten minutes she wasn’t listening to me, she was just in her own thoughts. And when she looked at me, tears started rolling down her cheek.

I tried to console her.

I thought that the tears are because of the change we gonna face in the near future. Few days left and then we both would be at different places (Engineering khatam). This thought upset me too.

I wiped her tears and placed a kiss on her cheek.

I noticed an unknown fear on face and as I kissed her cheek it was wet enough that I caught its taste.

I tasted her tears.

An unknown brackish taste felt on the tongue and got diffused in the brain. The taste contained mixed fearful feelings.

The fear was clear because of the unwritten illogical caste barriers we gonna face in the near future. The orthodox stubborn family backgrounds will gonna make us helpless.

The fear was not because of the struggle for love, it was because of the fight against family.

The fear was not because of the temporary separation. It was because of the doubt that weather our families will accept our relation.

The fear was because of the human society’s self-made rules.

I always believed that the purpose of the society is to help one another in need. How can it make someone helpless??

Being helpless I observed the fears on her face.  I promised to myself that one day I will change the feeling content of  her tears...This one is more special for u chasmish...


                        -Jaimin patel

Saturday, 27 August 2016

One & Half Year

They met accidentally after a long time. They hadn’t any conversation since last one and a half year. They both are having each other’s contact numbers neither dialed nor deleted since last one and a half year. They both just stared at each other’s faces. After a while tears rolled down from boys eyes. The boy tried it hard to stop that tears but he couldn’t. The girl said “hi”, but the boy left without having any word. Maybe because he didn’t wanted to cry in front of that girl. He always thought tears would break him and he will be weaker. Of course he cried hard but all inside, he never expressed the tears to anyone.
But on that evening he cried his heart out. He recalled each and every thing from the first ‘hello’ to the last ‘good bye’. At some point his lips made the smile position, but his tears were just unstoppable. He opened some of the locked drawers of his cupboard. There were the gifts, the cards and many such things he received from her on different occasions. There was one diary gifted by her on one of his birthdays. He took that diary out and flipped the pages. He had the habit of writing happy notes. Inside the diary there the dried roses with the happy notes of those rosy days. There was also a dairy milk wrapper, the first dairy milk they shared on their first ice-cream date. Those were the best romantic days. On some of the pages there were the lip marks of that girl. May be the diary was close to both of them.
He lately caught the sleep. On the next day he woke up little late but more refreshed. He became little more clear about life. He smiled thinking of that girl, like he used to do with her in the past. It seemed that the tears washed away all the pain, the agony inside him.
The next day they met again. This time the boy smiled at her. The smile reminded the girl of the past, the same past the boy cried about the previous night. The girl smiled too, but her smile had lost the charm, the innocence. Her smile looked like more the fake less the real. The boy initiated the conversation and asked her to have coffee together. The girl agreed.
During the coffee the boy looked happy and the girl seemed a little worried. The boy talked about that contact less one and a half year: the studies, the exams about his changed perspectives etc. He behaved like grown up, the behavior that the girl demanded before one and a half year.
He explained how he changed from a mummy boy to himself in last one year. His whole life he did whatever his parents said but now he learned to take decisions of his own. The boy talked for like half an hour. The girl silently slowly sipped the coffee. After the long talk the boy placed his hand over that girl’s hand. She refused and said the only line “I GOT MARRIED BEFORE 6 MONTHS”. He shattered in front of her eyes, like the girl did before one and a half year. The girl paid for her coffee and left. On walking back home she recalled the memory of that day which made her cry once a day from last one and a half year.
Before the ‘ one and a half year’: the boy and the girl were the true friends, lovers or made for each other type souls. On the ending of their bachelor degrees she asked to be serious about their relationship, their life and asked him for marriage. She knew that her parents would force her to marry after the bachelors studies. The boy did the same asked his parents about marrying that girl. Both the girl and the boy were from different communities. Of course they were humans. But the greatest irony of life is what we call human society is having more the morons and less the humans ( the caste and creed discriminator morons). Some are morons by choice and belief and some are morons by fear. The boy’s parents were morons by choice said no to the inter caste marriage, and the boy became moron by fear; the fear of upsetting his parents and the fear of societal unacceptance. He said no to the girl for marriage. She cried her heart out in front of him, but he was firm on his parents
decision.
Both were from different cities, so she waited for his call for about one long year. Then she got married on her parents decision. The worst memory of that day still makes her cry once a day since last one and a half year.....
         Bottom from Heart .....
               -Jaimin Patel

Tuesday, 21 June 2016

કામશાસ્ત્ર : દંભ અને વાસ્તવિકતા

શૃંગાર રસ જેને ‘કામ’ તરીકે આલેખે છે એની છુટ્ટા મોંએ ચર્ચા થતી મેં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આજ સુધી ક્યાય સાંભળી નથી. ચર્ચા તો જો કે બધા કરતા હોય છે પણ એ માત્ર અને માત્ર ક્ષણિક આનંદ અને અમુક વાર તો ફક્ત આસક્તિના સંદર્ભમાં જ થાય છે, જેમાં વાત્સાયનના કામશાસ્ત્ર અથવા તો એને લાગતા વળગતા શૃંગાર સાહિત્યનો છાંટોય ના હોય. એક વાત મને અત્યાર સુધી સતત મૂંઝવતી રહી છે કે આપણે ત્યાં ‘કામ’ને સાવ નકામું કે એના વિશેની સમજ અને શિક્ષણને અર્થહીન કેમ ઘોષિત કરવામાં આવે છે? જ્યાં સુધી ગીતાને જાણું છું ત્યાં સુધી યુગપુરુષ શ્રી કૃષ્ણએ પણ મનુષ્ય જીવનને ચાર તબક્કામાં વહેંચી આપ્યું હતું જે કંઈક આવી રીતે હતું,
૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ અને ૪. મોક્ષ
સમજણ વિકસવાની શરૂઆત થાય ત્યારથી માંડીને તરુણાવસ્થા સુધી ધર્મ વિષે અને બની શકે એટલા વિષયાભ્યાસથી સુદ્રઢ જ્ઞાન મેળવવું, ત્યાર પછી બીજા તબક્કામાં એ જ્ઞાનનો અર્થ ઉપાર્જન હેતુ ઉપયોગ કરવો. ત્રીજો તબક્કો કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો હતો આપણા વડીલોએ એ ટોપિક કોર્સમાંથી જ રદબાતલ કરી કાઢ્યો છે. ધર્મ, અર્થ પછી કામ ને સ્કીપ કરીને સીધા મોક્ષ મેળવવા માટે ભજન-કીર્તન અને દાન-ધર્મની વાતો થાય અને આવો માત્ર મારો કે તમારો જ નહી, સમગ્ર ભારતખંડના યુથનો અનુભવ છે એમાં કોઈ બેમત નથી. જ્યાં સુધી મીઠી મધુર કેરી ના ખાધી હોય ત્યાં સુધી કડવા કારેલા ખાવા માટે સ્વાદના ત્યાગનું મહત્વ શૂન્ય હોય એ જ રીતે જ્યાં સુધી તમે ભોગ વિલાસ અને કામુકતામાં ન રાચ્યા હોય ત્યાં સુધી મોક્ષ માટે કરવા પડતા ત્યાગનું મહત્વ કેવી રીતે સમજી કે સમજાવી શકો? ‘કામ’ એટલું જ પવિત્ર છે જેટલી ભક્તિ અને પૂજા અર્ચના! પણ આપણા વડીલો કે કહેવાતા ગુરુઓ માત્ર ધર્મની અસ્મિતા જાળવવા ખાતર એક સજીવ ઉત્પન્ન કરવા જેવી પાયસ ક્રિયાની જાહેરમાં ચર્ચા કે શિક્ષણ અંગે ચુપકીદી સેવે એ વાત જરા પચવામાં ભારે પડે છે! એવું નથી હોતું કે એ બધા અજાણ છે કે પછી એવું માને છે કે નવી પેઢી એના વિષે કંઈ જાણતી નથી! એમને અને આપણને બધાયને ખ્યાલ છે કે જે દેશોમાં ‘વિષય’ને યુનીવર્સીટીઓએ કોર્સમાં વિષય તરીકે સમાવિષ્ટ કર્યો છે એનું સૌથી વધારે જ્ઞાન આપણા ભારતમાં છે, પણ એ બધાની ભીતરમાં એક ઉમળકાની માફક દફ્નાયેલું છે. જાહેરમાં કોઈ કામ વિષે વાત કરે ત્યારે ‘શિવ શિવ’ કહીને જે લોકો વાત કરવાવાળાને ઘૃણાસ્પદ નજરે જોવે છે, જાણે કે કોઈનું લાખોનું નુકસાન કરી કાઢ્યું હોય એટલા તિરસ્કૃત ભાવથી એનું નખશીખ નિરીક્ષણ કરી નાખે એવા જ દંભી લોકો અંતરમાં ‘કામ’નો જુવાળ લઈને ફરતા હોય છે. આવા માણસોના ઘણા દાખલા અને પર્સનલ અનુભવોની યાદી બનાવી શકાય એટલું લાંબુ લીસ્ટ છે જે માત્ર દંભ અને હિપોક્રસીને પોષવા માટે જ આવા તરકટ કરતા રહેતા હોય છે.
ભારત દેશની વાત કરીએ તો ખજુરાહોના શિલ્પો અને અજંટા-ઈલોરાની ગુફાઓમાં કામની ઓળખ આપતા સ્કલ્પચર શિલ્પોની લાંબી યાદી ભારતના શિલ્પકારોની અમુલ્ય ભેટ સમાન ગણી શકાય. શું એ આપણો વારસો નથી?શું એના માટે આપણે ગર્વ અનુભવતા નથી? અરે! દેશ વિદેશથી આવતા ધોળિયા આર્કીયોલોજીસ્ટો અને પ્રવાસીઓ તો આવી બેનમુન શિલ્પકળા પર ઓવારી જાય છે. શિલ્પો સાથે ચીપકી ચીપકીને ફોટાઓ લેવડાવે છે. જો કામ એટલું બધું ગલીચ્છ હોત કે પછી એના વિશેની ચર્ચામાત્ર પણ અપવિત્ર ગણાતી હોત તો વાત્સાયન જેવા ઋષિએ કામસૂત્ર નામનો આખો તોતિંગ ગ્રંથ લખ્યો જ ના હોત! દેવોમાં પણ આપણે કંદર્પ એટલે કે કામદેવની મહત્તા સાંભળતા આવ્યા છીએ તો શું એ બધું અર્થહીન છે? અને એ પણ માત્ર આપણા દંભને પોષવા માટે? જો તમારા ધ્યાનમાં ના આવ્યું હોય તો, કોઈ પણ તરુણાવસ્થા વટાવી ગયેલા છોકરાને એના મમ્મી પપ્પા કે અન્ય કોઈ દ્વારા સેક્સ કે એને લગતું ઓફિસિયલ શિક્ષણ આપવામાં આવતું નથી, તેમ છતાં લગ્નને બે-એક વર્ષ થાય ત્યારે દાદા-દાદી કહેવા માંડે, “બસ હવે અમારા પોઈરાના પોઈરાને ઘેર ટેણિયું રમતું થાય ન્યા લગન ઉપરવાળો જીવડાવે એટલું જ બસ”! આ કેવો વિરોધાભાસ! એક તો તમારે કામ અંગેની કંઈ જ જાગૃતિ આપવી નથી અને એનાથી ઉત્પન્ન થવાવાળા સજીવને જોવાની ઈચ્છાઓ રાખો છો? મતલબ કે તમે પણ જાણો છો કે તમારા પોઈરાના પોઈરાને તળિયેથી લઈને ટોચ સુધી બધી સમજણ છે અને તમે એવી આશા પણ રાખો એ જ્ઞાન એનામાં વિકસે! પણ તમે પોતે એની સાથે એ વિષે વાત કરવા નથી માગતા!! આ હિપોક્રસી નથી તો બીજું શું છે? ખરેખર તો મા-બાપ જે રીતે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે એ જ ઉત્સાહથી ‘કામ’ને લગતી બાબતોની પણ સમાજ આપી શકે એ એક દીવાસ્વપ્ન જેવું પ્રતીત થાય છે. મા-બાપની સંકોચભરી માનસિકતા બાળકને કામ વિષેની અજ્ઞાનતાના ગર્તમાં ધકેલી દે છે એ વાત જગજાહેર છે.
આપણે ત્યાં સેક્સ એજ્યુકેશન માત્ર અને માત્ર ‘એઇડ્સથી કેવી રીતે બચવું?’ આ સવાલના જવાબ પુરતું જ સીમિત છે. બસ બે ચાર દ્વિઅર્થી જાહેરાતો અને પ્રેગનેન્સી અટકાવવાના સાધનોની સમજ! આટલી જ બાઉન્ડ્રી પહેલેથી નક્કી કરેલી છે! આખો પરિવાર સાથે ટીવી જોવા બેઠો હોય અને જો કોઈ કોન્ટ્રેસેપ્ટીવની જાહેરાત આવે તો તો જાણે કે આભ તૂટી પડે! એકાદ બે જણને અચાનક તરસ લાગી જાય કે પછી કામ વગરનું કોઈક કામ યાદ આવી જાય! ગમે તે બહાને બસ આ એડ પતે ત્યાં સુધી જાતને ટીવી સામેથી અલગ રાખવાના પ્રયત્નો ચાલુ થઇ જાય!! તમે બાઈક કે કારમાં જતા હો અને કોઈ ફ્લાય ઓવરની સાઈડમાં લગાવેલા હોર્ડીંગમાં ઇનરવેરથી સુસજ્જ થયેલી કોઈ માદક મોડેલ પોઝ આપીને ઉભી હોય એ જોઈને ભલે તમારા મનમાં કામબાણ ઊંડે સુધી ખુપીને ગલગલીયા કરાવે, પણ ના! તમારે ઘરના સભ્યો સામે દંભ કરવો જ પડે! તમે ભલે આસપાસનું બધું ભૂલીને મનની કામશૈયા પર એ મોડેલની ફેન્ટસી કરવા માગતા હોય પણ તમારે એક સુઘડ અને સુવ્યવસ્થિત નાગરિક તરીકે એને નજરઅંદાજ કરવી એ તમારી મૂળભૂત ફરજમાં આવે!! આવી છીછરી માનસિકતા જ આપણને કામના વૈભવથી વંચિત રાખે છે! ‘કામ’ને માત્ર ચાર દીવાલો અને બે શરીર વચ્ચે થતી એક અસામાન્ય પ્રક્રિયા માણી લઈને આપણે આપણા જ શૃંગારરસના સાહિત્ય સર્જનોની અવહેલના કરીએ છીએ. સારું છે અત્યાર સુધી મારા ધ્યાનમાં એવી કોઈ ઘટના નથી આવી કે કોઈ નિર્દોષ બાળકે એની મમ્મી કે પપ્પાને પૂછ્યું હોય કે “હું અહી કેવી રીતે આવ્યો/આવી?” નહી તો દંભવશ થયેલા માતાપિતા કદાચ  આવો જવાબ પણ આપી દેતા, “બેટા! એ તો તારી મમ્મી બહાર તડકે બેઠી અને એમના પર સૂરજના કિરણો પડ્યા અને ફોટોસેન્સીટીવીટીથી અમારા ઘરનો ચિરાગ રોશન થઇ ગયો”! હજી છોકરાઓ કે પુરુષો આ અંગે વાત કરતા હોય એ પરિસ્થિતિ તો મહામહેનતે હવે થોડીક સામાન્ય બનતી જાય છે પણ જો કોઈ છોકરીઓ કે સ્ત્રીઓનું સમૂહ ‘કામ’ની વાતો કરતા રખેને કોઈ દંભીથી સંભળાઈ જાય તો બીજા જ કલાકમાં તો એમના કહેવાતા પવિત્ર સમાજમાં એમની વાતો થઇ જાય અને અહી એક ‘પુરુષપ્રધાન સમાજ’ જેવી વાહિયાત માનસિકતા છતી થાય. આખું કામશાસ્ત્ર જેને સંદર્ભ લઈને લખવામાં આવ્યું છે એવી સ્ત્રી જ જો એના વિષે વાત ના કરી શકે તો એનાથી વધારે શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે?
 વાત્સાયનના ગ્રંથનું સર રીચાર્ડ ફ્રાન્સીસ બર્ટને જયારે ૧૮૮૩માં અંગેજી અનુવાદ કર્યું ત્યારે એમની પાસે આટલો બધો સમય વાપરવા પાછળનું કંઈક તો કારણ હશે ને! કામશાસ્ત્રમાં એવું કંઈક તો હશે કે જે અનુવાદ કરવા માટે આકર્ષી રહ્યું હશે! સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ જેવા સાહિત્યવારસા માટે બંને હાથે વખાણ ભેગા કરવામાં લાગી ગયેલો આપણો રૂઢીચુસ્ત સમાજ પાંચમાં વેદસમાન કામવેદની ધરાર અવગણના કરે એ વાત જરા બંધબેસતી નથી. આપણા સમાજનો અમુક ભાગ કામશાસ્ત્રને તાંત્રિક મૈથુન તરીકે જોવે છે અથવા આલેખે છે જે બિલકુલ પાયાવિહીન બાબત છે કારણ કે એ તાંત્રિક મૈથુનને લગતી રૂઢિઓને દુર દુર સુધી સ્પર્શતું નથી. વળી, આપણી તો જનગણનાનો આંકડો જ આપણા કામશાસ્ત્ર વિશેના જ્ઞાનની કાચી ચિટ્ઠી ખોલીને સામે મૂકી દે છે! તો પછી કામને દંભની ચાદર ઓઢાળવી એ કેવું કૃત્ય? મહાભારત આપણા સાહિત્યનો સૌથી જુનો મહાગ્રંથ ગણી શકાય અને વેદ વ્યાસ દ્વારા છેક ત્યારથી કામશાસ્ત્રનો વારસો આપવાનું ચાલુ કરી દેવાયું હતું. પાંચ પાંચ હજાર વર્ષો પછી પણ હજી એને સામાન્ય વ્યક્તિ જાહેરમાં બેખોફ થઈને વાત કરી શકે એટલે સુધી અપનાવવામાં આપણે નિષ્ફળ ગયા એનો ખરેખર તો આપણને વસવસો હોવો જોઈએ! હજીયે આપણે એને એક વલ્ગર ક્રિયા તરીકે જોઈએ છીએ અને ખજુરાહોના શિલ્પો પર ગૌરવ લઈએ છીએ આ બંને વાતો એકબીજાથી તદ્દન વિપરીત છે છતાય એ વિપરીતતા વર્ષોથી આપણે ત્યાં ફોલો થતી આવી છે અને ક્યાં સુધી થતી રહેશે એની કોઈ ચોક્કસ સમય મર્યાદા તો નથી જ.

એક મિનીટ :- “જાહેરમાં જે દિવસે જ્યારે ‘કામ’ને એક પ્રક્રિયા નહી પણ અનહદ આનંદદાયી અનુભવ તરીકે ચર્ચવામાં આવશે  તે દિવસે વાત્સાયનને પોતાની એક મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થયાની ચીર અનુભૂતિ થશે બસ શરત માત્ર એક જ છે – ‘દંભનું આકાશ છોડી વાસ્તવિકતાની ધરતી પર ઉતરાણ’!”

Wednesday, 4 May 2016

શું પુછો છો મુજ ને???

શું પૂછો છો મુજને કે હું શું કરું છું ?
મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું .

શું પુછો છો મુજને…….

ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપિ ,
વિચારી વિચારીને ડગલું ભરૂં છું .

શું પુછો છો મુજ ને………

કરે કોઇ લાખો બુરાઇ છતાં પણ
બુરાઇને બદલે ભલાઇ કરૂં છું .

શું પુછો છો મુજને……

ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા
જગતમાં હું પ્રેમી થઇ વિચરૂં છું .

શું પુછો છો મુજ ને………

નથી બીક કોઇ ની મને આ જગતમા
ફકત એક મારા પ્રભુજી થી ડરુ છુ

શું પુછો છો મુજને…….

છે સાદું કવન ભક્ત સત્તારનું
કવિ જ્ઞાનીઓને ચરણે ધરૂં છું .

                      -જૈમિન

Saturday, 2 April 2016

Unconditional love

Unconditional love is known as affection without any limitations, it can also be love without conditions. This term is sometimes associated with other terms such as true altruism, or complete love. Each area of expertise has a certain way of describing unconditional love, but most will agree that it is that type of love which has no bounds and is unchanging. It is a concept comparable to true love, a term which is more frequently used to describe love between lovers. By contrast, unconditional love is frequently used to describe love between family members, comrades in arms and between others in highly committed relationships. An example of this is a parent's love for their child; no matter a test score, a life changing decision, an argument, or a strong belief, the amount of love that remains between this bond is seen as unchanging and unconditional. Unconditional love is garnered and shared by those who love themselves first.

In Christianity, unconditional love is thought to be part of the Four Loves; affection, friendship, eros, and charity. In ethology, or the study of animal behavior, unconditional love would refer to altruism which in turn refers to the behavior by individuals that increases the fitness of another while decreasing the fitness of the individual committing the act. In psychology, unconditional love refers to a state of mind in which one has the goal of increasing the welfare of another, despite any evidence of benefit for oneself. The term is also widely used in family and couples counseling manuals....
            

          This one is special for someone....
                 

                     

Tuesday, 8 March 2016

જિંદગી

આંખોના અંધકાર નું અજવાળું છે જિંદગી,
નયનોના નૂર નું નજરાણું છે જિંદગી ,
પાંપણ ના પલકાર નું પરવાનું છે જિંદગી,

દુનિયા નાં દરિયાનું મોતી છે જિંદગી ,
વિશ્વના વારસાની વિરાસત છે જિંદગી ,
જગતના ગુણકાર નો મધમીઠો સૂર છે જિંદગી ,

પ્રણયની પાંપણ ના પલકાર નું પૂર છે જિંદગી,
હેતની હેલીઓના હલેસાઓનું જોમ છે જિંદગી
પ્રેમ ની પીડાઓનું પ્રેમાળ પનોતું છે જિંદગી ,

ઈશ્વરે આપેલી અનમોલ સોગાત છે જિંદગી,
ભગવાને ભોગવેલ ભૂમિકાઓની ભરમાળ છે જિંદગી;
પ્રભુ ના પૂતળા ઓની સજાવેલ રંગમંચ છે જિંદગી।……………..

                         -જૈમિન પટેલ

Saturday, 23 January 2016

છેલ્લી વખત...!

તારા હાથો મા હાથ રાખી ને દૂર દૂર સુધી જ્વુ છે ,
છેલ્લી વખત મારે એ રસ્તે જ્વૂ છે.
તારા ખોલા મા માથૂ મુકિ ને સુવૂ છે,
છેલ્લી વખત તારા ચુમ્બનો થી ઓતપ્રોત થવૂ છે.
આખી રાત પ્રણય ની વાતો કરવી છે,
છેલ્લી વખત તારા મોઢે થી જાનૂ સાંભલવૂ છે.
મનાવા માટે તે આપેલા ફુલો ચોક્લેટ ફરી જોઇએ છે,
છેલ્લી વખત રિસાઇ જ્વૂ છે મારે.
સાથે બેસી ને તારા હાથ થી જમવૂ છે ,
છેલ્લી વખત તારો મિઠો ઠ્પકો સાંભ્લ્વો છેમારે.
ટીના પૂછે કાના ને શુ તારે મારા થી દૂર જ્વૂ છે?,
છેલ્લી વખત ક્યારેય પન ના આવે આ જિન્દ્ગી મા. . .
                          -જૈમિન પટેલ