શું પૂછો છો મુજને કે હું શું કરું છું ?
મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું .
શું પુછો છો મુજને…….
ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપિ ,
વિચારી વિચારીને ડગલું ભરૂં છું .
શું પુછો છો મુજ ને………
કરે કોઇ લાખો બુરાઇ છતાં પણ
બુરાઇને બદલે ભલાઇ કરૂં છું .
શું પુછો છો મુજને……
ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા
જગતમાં હું પ્રેમી થઇ વિચરૂં છું .
શું પુછો છો મુજ ને………
નથી બીક કોઇ ની મને આ જગતમા
ફકત એક મારા પ્રભુજી થી ડરુ છુ
શું પુછો છો મુજને…….
છે સાદું કવન ભક્ત સત્તારનું
કવિ જ્ઞાનીઓને ચરણે ધરૂં છું .
-જૈમિન