કદાચ એવું બને કે
મારા પ્રયત્નો નિષ્ફળ જાય,
પણ એ સંભવ થાય જો
‘કૃષ્ણ-વિધાન’ મિથ્યા થાય.
સંજોગો નિર્માય કે જયારે ઉદ્યમ અફળ જાય,
પણ એ સંભવ થાય જો
વ્યર્થ ઋષિ તપસ્યા થાય.
પરિસ્થિતિ સર્જાય કે જ્યાં મારો પરિહાસ થાય,
પણ એ સંભવ થાય જો
‘ગીતા’નો ધ્વંસ સર્જાય.
પ્રતિકુળતા પ્રતીત થાય કે જેથી ભવિષ્ય જોખમાય,
પણ એ સંભવ થાય જો
‘અલૌકિક’ તત્વ ભરખાય.
સંપૂર્ણ જગત નીરખીને “હું ‘અપૂર્ણ’”નો ભાસ થાય,
પણ એ સંભવ થાય જો
‘કૃષ્ણ-વિધાન’ મિથ્યા થાય.
-ભાર્ગવ
પટેલ
No comments:
Post a Comment