Friday 16 January 2015

ગામઠી

થાય સે હવાર મસ્ત જાડ્ડી રજઈમાં ગરમાઈને
‘ઊઠું’ ને ‘ના ઊઠું’ બેય લડે છે મગજ ખાઈને

આજ તો ઊઠી જ જઉ અન ઘાંટા પાડું ગામમાં
ઉ પણ નહિ કાચો પોચો દીધેલા કોઈ કામમાં

પસી થ્યું ક વેલ્લા હુઈને વેલ્લા ઉઠે એ વીર
પણ નકોમી વીરતા હારે તારે ચાં જવું કશ્મીર?

કલ્લાકેક થઇ ગ્યો ને થ્યું લાય અવે તો ઊઠું
ટુંટીયાવાળો વેશ બદલીને બની ગ્યો સીધું ઠુંઠું

ટાઢમાં થથરતો પરવાર્યો ને થ્યું લાય કૈક લખું
મન પણ ઠર્યું ને એણે વિચાર્યું આ ‘ગામઠી’ ડખું.
                                                        
                                                                                                                              -ભાર્ગવ પટેલ "અપૂર્ણ"

Monday 5 January 2015

કંટાળો

કોઈ મહાપુરુષે સાચું કહ્યું છે કે “અનુભવ એ લેખનની માતા છે” (પુછતા નઈ કે કયા મહાપુરુષે એમ!!J). શીર્ષક વાંચતાની સાથે તમને અંદાજ આવી ગયો હશે કે આ લેખ માટે માતાનું કામ કોણે કર્યું હશે!! કંટાળો આવવાના THUMB RULE સમાન કારણો અને તેના વિવિધ પ્રકારોરૂપી વ્યંગબાણોને મારી ભાષાશૈલીના ધનુષ થકી, તમારા મનમાં બિરાજમાન કંટાળાને નિશાન બનાવવાનો આ પ્રયાસ ‘અચૂક’ નીવડે એવી અભિલાષા.
કંટાળાની ‘અ’સામાન્ય વ્યાખ્યા મેં કંઈક આ રીતે આપી છે :- “મન અને બુદ્ધિ કોઈ કામમાં પરાણે પરોવાયેલા હોય અને ચિત્ત કોઈક જુદા જ રાગ આલાપતું હોય ત્યારે ઉત્પન્ન થતી પરિસ્થિતિ એટલે કંટાળો”. જો કે આ વ્યાખ્યા કંઈ અનન્ય નથી કારણ કે લોકમાનસના આધારે તેની અલગતા સ્વાભાવિક છે. તેમ છતાં વર્ષોથી (ATLEAST હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધી) કંટાળાનું વર્ચસ્વ જગતના તમામ ક્ષેત્રોમાં વ્યાપ્ત છે. સામાન્ય મજુરથી માંડીને માલેતુજારો સહિતના વર્ગોમાં આ મીઠી સમસ્યા દરેકને નડે છે એમાં કોઈ બેમત નથી.
કંટાળાના વિવિધ પ્રકારો અને તેના પ્રકારોમાં જ છુપાયેલા કારણો મારા મન દ્વારા કંઈક આ મુજબ વર્ણવાયા છે:
(૧)વ્યક્તિગત કંટાળો :-
દરેક એવી વ્યક્તિ જે રોજીંદા ‘નોકરી’ગત સમયપત્રકને FOLLOW કરે છે તેમના જીવનમાં કંટાળો દર અઠવાડિયે એક વાર આવે અને એ દિવસ છે ‘સોમવાર’. જેને વ્યક્તિગત કંટાળા તરીકે હું ઓળખું છું. વળી આ વાત કોઈ કોલેજીયનને પણ લાગુ પડે છે કારણ કે સોહામણી રાત જેવો રવિવાર વિદાય લે અને વળતી સવારે ‘ખૂન ચુસ લે’ જેવો બિહામણો સોમવાર આવે ત્યારે ફરીથી ROUTINEમાં પરોવાઈ જવા માટે જે જહેમત ઉઠાવવી પડે એ તો ભાઈ જેના પર વીતે એ જ જાણે!!(શું કહેવું?)!!
(૨)સ્વભાવગત કંટાળો :-
આ પ્રકાર થોડો ‘હટકે’ છે. સ્વભાવગત કંટાળો સામાન્ય રીતે કોઈ વ્યક્તિના સ્વભાવમાં જ (સૌરાષ્ટ્રના ગાંઠીયાની જેમ) વણાયેલો હોય છે. આવા લોકો GENERALLY આપણા સમાજમાં ‘આળસુના પીર’ તરીકે પ્રતિષ્ઠા પામેલા હોય છે, જેમનો કંટાળો માત્ર પલંગ અને એમના શરીરના ‘સ્નેહમિલન’થી જ દુર થતો હોય છે.
(૩)કાર્યગત કંટાળો :-
કોઈ ચોક્કસ કાર્યને અનુલક્ષીને જોવા મળતો પ્રકાર એટલે કાર્યગત કંટાળો. ભૂલથી તમે એવું કોઈ કામ હાથમાં લઇ લો કે જેની ફળશ્રુતિ સ્વરૂપે ‘કંટાળા મહારાજ’ જ પ્રાપ્ત થાય.(પછી આમાં કર્મણ્યે વાધિકારસ્તે  વાળી PHILOSOPHY જ વાપરવી પડે. J)(ACTUALLY આ લેખ આવા  પ્રકારના કંટાળાની જ ફળશ્રુતિ છે.
દા.ત., B.E. FINAL YEAR માટે GATEની તૈયારી, MBBS FINAL YEAR માટે MCIની તૈયારી,B.A. PASS માટે TETની તૈયારી, ETC ETC J).

પરંતુ કંટાળા વિષે એક વાત તો સારી છે જ કે “એ આવે છે કઈ દિશામાંથી ખબર નઈ, પણ આપણને કંઈક PRODUCTIVE કરવાની દિશા તરફ ધકેલતો જાય છે.” એટલે ટૂંકમાં 'કંટાળો એ એવી ફળદ્રુપ જમીન સમાન છે જેના ઉપર વિચારોની રોપણી કરીને આત્મમંથનરૂપી ‘પાક’ની લણની કરી શકાય છે.'