Friday, 16 January 2015

ગામઠી

થાય સે હવાર મસ્ત જાડ્ડી રજઈમાં ગરમાઈને
‘ઊઠું’ ને ‘ના ઊઠું’ બેય લડે છે મગજ ખાઈને

આજ તો ઊઠી જ જઉ અન ઘાંટા પાડું ગામમાં
ઉ પણ નહિ કાચો પોચો દીધેલા કોઈ કામમાં

પસી થ્યું ક વેલ્લા હુઈને વેલ્લા ઉઠે એ વીર
પણ નકોમી વીરતા હારે તારે ચાં જવું કશ્મીર?

કલ્લાકેક થઇ ગ્યો ને થ્યું લાય અવે તો ઊઠું
ટુંટીયાવાળો વેશ બદલીને બની ગ્યો સીધું ઠુંઠું

ટાઢમાં થથરતો પરવાર્યો ને થ્યું લાય કૈક લખું
મન પણ ઠર્યું ને એણે વિચાર્યું આ ‘ગામઠી’ ડખું.
                                                        
                                                                                                                              -ભાર્ગવ પટેલ "અપૂર્ણ"

No comments:

Post a Comment