મનમંદિરમાં આજે અવકાશ
મળતાં, ખાસી એવી ફુરસદ મળી છે,
કોલેજના મારા happening
ગ્રુપની, વાતોરૂપી સુનામી હૃદયે ચડી છે.
ગ્રુપની મારા વાત કરતા
નામોની એક લાંબી યાદી જડી છે,
વીર, સ્મિત, ઉર્વિશ, મૃગેશ,
કેનલ, હિરેન, ધાર્મિક, અંકુશ, હિતુ,
રવિ, ગૌરાંગ ને ના જાણે
કેટલાયની તસવીર સાપેક્ષ ખડી છે.
વીરના ડાયરા અને સ્મિતની
શાહરુખવાળી વાતો મનમાં ભળી છે,
ઉર્વિશના ‘શ્લોકો’માં ઝરતી
નિખાલસતા નજરે પડી છે.
મૃગેશની અનાયાસે જ ચાલુ થતી
હિન્દી થોડી ખાટી થોડી ગળી છે,
જયારે ટંડેલની ‘કરા’ ’જવા’
અને ‘આવા’ની લચક મનને મળી છે.
હિરેન આમ તો શાંત છે પણ એની
senty થવાની style આજે જડી છે,
અંકુશની બેફિકરી અને હિતુની
ફીકરીની વાતો સોગાદમાં મળી છે.
રવિનું કમનસીબ અને એના પરના
વિજયની યાદ સાંપડી છે,
કોલેજની વિવિધ જગ્યા પરના
selfiesની storage ફોનમાં પડી છે.
ધાર્મિકની ફક્કડ વાતો
સંભાળતા મગજની થઇ ગયેલી કઢી છે,
ખરેખર એના માટે તો એકમાત્ર
સ્થાન બાવાની મઢી જ છે.
ગૌરાંગની વાત કરતા જર્મની
જવાની એક કેડી જડી છે,
પણ એની અનકહી દાસ્તાં
ક્યાંક તો પઢી પઢી છે.
મારી વાત હું જ કરું તો
એની મજા માત્ર થોડી છે,
પણ ‘Bhaggu’ તરીકેની ઓળખ એ
જ સફળતા જડી છે.
છુટા પડ્યા પછી ક્યાં
હોઈશું તેની વાતો આંખોથી ધૂંધળી છે,
છતાં whats app પર સતત
touchમાં રહેવાની promise મળી છે.
એક-એક લાઈનમાં સૌને
પ્રસ્તુત કરતા થોડી તકલીફ તો નડી જ છે,
પણ ગ્રુપ માટે લખેલા શબ્દો
માટે ગર્વની લાગણી તો મળી જ છે.
No comments:
Post a Comment