Saturday, 4 October 2014

નવરાત્રી=REFRESHING જૂની મૈત્રી

નવરાત્રી!!!! નામ સંભાળતા જ કાનમાં ગરબાની ગુંજ અને હાથ-પગનો થરકાટ સંચારિત થઇ જાય અને રોમ રોમ પુલકિત થયાનો અનુભવ થાય.પરંતુ આજે નવરાત્રી વિષે ગરબા સિવાયની વાત કરવાનો અવસર સાંપડ્યો છે.તમે કહેશો કે નવરાત્રીની વાત હોય અને એમાં ગરબા ના હોય તો તો થઇ રહ્યું! પણ આ વાત છે નવરાત્રીમાં (જ) મળતા શાળાકાળ કે ટ્યુશનકાળ દરમિયાન બનેલા મિત્રો અને એમની સાથેની મૈત્રીની!!!
ગરબા ગ્રાઉન્ડ પર જામેલી હજારોની જનમેદની વચ્ચે સહસા જ કોઈના ચહેરા પર પડતી નજર અને નજરના એકાકાર સાથે જ મનના micro SD cardમાં store થયેલી એ વ્યક્તિ સાથે સંકળાયેલી યાદોનો flashback આંખની screen પર રેલાઈ જાય અને પછી સમીપ જઈને “અરે તું?!!” નો ઉદગાર આપોઆપ જ જિહ્વા પર આવી જાય છે. હા,થોડીક ક્ષણો માટે આપણા કદકાઠીમાં છેલ્લા અડધા દાયકામાં થયેલા ફેરફારના લીધે સામેવાળું પરિજન ઓળખવામાં થાપ ખાય પણ માંડ ૩.5 second બાદ એના mind indicator પર green signal પકડાઈ જ જાય.ઓળખાણ પડ્યા બાદનો એક hi-five ગરબાના ઉત્સાહમાં ઉમેરો કરી જાય છે. ત્યારબાદ તો સવાલો અને જવાબોની રમઝટ જામે!! ક્યાં છે ભાઈ તું? કેટલા time પછી મળ્યો?શું કરે છે આજકાલ? વગેરે વગેરે...
અંતમાં facebook પર ‘felling awesome with ABC & XYZ’ સાથેના selfie pic સાથે અણધાર્યા ભેટાનું HAPPY ENDING...
નવરાત્રી જ કદાચ એકમાત્ર એવો તહેવાર છે જે આપણે ઘરમાં કે ઘરઆંગણે નથી ઉજવતા! અને આ જ સુખદ કારણ છે જે જૂના મિત્રો અને તેમની મિત્રતાનો સાક્ષાત્કાર કરાવે છે.
                                                                       àભાર્ગવ પટેલ

                          

No comments:

Post a Comment