તરુ પર ફળ કેવી રીતે નીપજે કોણ જાણે?
વિવિધ ફળોનો સ્વાદ ભિન્ન કેમ કોણ જાણે?
ઋતુરાજ વસંત અને બાગની મૈત્રી કોણ જાણે?
ભરચોમાસે નખશિખ ઉજ્જડ મનોદશા કોણ જાણે?
ઊભરાઈને કેમ જમીનદોસ્ત થાય વિચારો કોણ જાણે?
લાગણી માટે એક મન મારું ઓછું પડ્યું કોણ જાણે?
સ્પર્શમાત્રથી લજામણી આટલી શરમાળ કેમ કોણ જાણે?
પારેવું શાંત અને કાબર ચંચળ કલબલી કેમ કોણ જાણે?
અરીસામાં છબી આપણી જ બહિર્મુખ છે કોણ જાણે?
નયનતૃષા અને ઉરક્ષુધા સૌની ‘અપૂર્ણ’ કેમ કોણ જાણે?
-ભાર્ગવ પટેલ
No comments:
Post a Comment