Tuesday, 9 December 2014

પહેલી નજરનો પ્રેમ

મળતાં દ્વિનયન અનન્ય વાર, મનમાં થયું કંઇક કેમ?
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

તત્ક્ષણ હણાઈ નિરાશા અને લાગ્યું સઘળું કુશળ ક્ષેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

તાદામ્યતાથી સ્ત્રવેલા એ સુરો કોઈએ સાંભળ્યા કે કેમ?
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

વરસવા આતુર છે અનંત લાગણી શિશિરના તડકા જેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

લહેરાયા અંતરના તાર સુરમયી કોઈ વીણાની જેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

પુષ્પ્સમ એ  પોમર શ્વાસમાં હજુ અકબંધ એમની એમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!

‘અપૂર્ણ’ ભાસે બયાં કરવા વર્ણમાળાનું શબ્દરૂપી હેમ,
થયો પેહલી નજરનો પ્રેમ કે પછી જાગ્યો કોઈ વહેમ!!!
                                        ભાર્ગવ પટેલ

No comments:

Post a Comment