મૂક બધી જફાઓ એકબાજુ, ને મિત્રો સાથે મળી તું જલસા કર,
દિવાળી આવી આંગણે, બધું ભૂલીને તું મોજ કર.
ના હોય એના અભરખા ત્યજી, જે છે એમાં જ જાતને ખુશ કર,
દીવડા તણી જ્યોત બની, તિમિરને તું દૂર કર.
સામે કોણ છે એ જોતો નહી, જે મળે એને મળીને મન તૃપ્ત કર,
શત્રુ કે મિત્ર ભૂલી, તું ‘હેપ્પી દિવાલી’ વિશ કર.
સાફ નઈ હોય ઘર ભલે, પહેલા તું અંતરના ખૂણા ચકચકાટ કર.
ચિંતાના ગોળાને અધ્યાત્મ-જ્યોતથી ધ્વસ્ત કર.
ફેસબુક વોટ્સએપ મૂકી, રૂબરૂ મિલનમાં પોતાને તું વ્યસ્ત કર,
કુટુંબને સમય આપીને ઘડીક ચહેરા હસતા કર.
-ભાર્ગવ પટેલ

No comments:
Post a Comment