બે હ્રદય ને આમ તડપાવે છે આ પ્રેમ..
મન રડે અને આંસુ વરસાવે છે આ પ્રેમ..
લોહ માથી કાચ થઇ જાય એમ,
દુશ્મની પણ પલટાવે છે આ પ્રેમ..
એક સરખા દિલ મળે જો જીવન રાહ માં,
તો ધરા પર સ્વર્ગ ઉતારે છ આ પ્રેમ..
લાગણીના આ શબ્દો મારા ઉકેલજો,
જીંદગી નો અર્થ સમજાવે છે આ પ્રેમ..
જેને તમે દીવસ ભર યાદ કરો છો,
એ મીઠી યાદ નુ સોનેરી સપનુ લાવે છે આ
પ્રેમ... !
-જૈમિન પટેલ
વાંચન, મનન અને કંઈક અંશે કોઈ પરિસ્થિતિના ૩૬૦ ડીગ્રી અવલોકનથી જન્મેલા વિચારોને મારી ભાષાશૈલીમાં કાવ્ય અને લેખ-સ્વરૂપે તમારી સમક્ષ નિખાલસપણે રજુ કરું છું. છંદ અને અલંકારનું જ્ઞાન આમ તો વીસેક ટકા જેટલું જ છે, પણ કવિતા મારી વ્યાખ્યા અનુસાર "વાચકને સમજાય અને લાગણી સાથે જોડાય એવો શબ્દસમૂહ" છે. જો કે આમ તો રહ્યા ગુજરાતી અને ઉપરથી માતૃભાષા પર ગર્વ લેવાવાળા, એટલે કટારમાં તો "શબ્દ-શૃંગાર" આપમેળે જ ભાવાંકિત થાય! (તા.ક.- કર્મભાષામાં પણ લખાઈ જાય કોઈ વાર કારણ કે 'આદતથી મજબુર')
Saturday, 28 November 2015
પ્રેમ...!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment