Tuesday, 26 August 2014

ઓળખાણનું "જેક" સ્વરૂપ

                                       "ફલાણી જગ્યાએ જતા રહો,ત્યાં આપણે ઢીકણાભાઈ સાથે ઓળખાણ છે.કામ થઇ જશે." આવું વિધાન આજકાલ સાંભળવામાં સામાન્ય છે."મારા છોકરા/છોકરી ને ફલાણી નોકરી કરાવવી છે એ ઓફીસમાં આપનો કોઈ 'જેક' ખરો?" આ વાક્ય કોઈ ચિંતિત વાલીના મુખમંડળે સંભળાય છે.જુના સમયમાં શેઠ શગાળશાની ઓળખાણ પર હુંડી લખીને પુણ્યના કામ થતા હતા,પરંતુ આજે એ જ ઓળખાણ અંગત સ્વાર્થ માટે વપરાતી જોવા મળે છે.જેકની વ્યાખ્યા જ ઓળખાણના સ્વાર્થીક ઉપયોગ સાથે સંકળાયેલી છે.
                                        ઓળખાણને વાપરવાની સૂઝ ક્યારથી આટલી પ્રબળ બની તેનું કોઈ ચોક્કસ સમયમાપન નથી,પણ એટલું જરૂરથી દેખીતું છે કે આ સમજ ભ્રષ્ટાચારના જેટલી જ વિકટ છે."ઓળખીતો હવાલદાર જ બે ડંડા વધારે મારે" એ કહેવતનકામી જણાઈ રહી છે.આજના વિદ્યાર્થીને લાયકાતના આધાર પર નોકરી મેળવવા કરતા કોઈના 'જેક'થી મેળવવામાં વધારે વિશ્વાસ છે.વળી,સરકારી ખાતાઓમાં તો આ દુષણ અસહ્ય પ્રમાણમાં ફેલાયેલું છે.ઘણાંખરા ગુનેગારો પણ વકીલોની ઓળખાણની છત્રછાયાના લીધે મોટી મોટી સજાઓથી બચી જવા પામે છે.ટ્રેનના આરક્ષણથી માંડીને સરકારી નોકરીઓ સુધી ઓળખાણ અને ઓળખીતાઓનો જ દબદબો છે.
                                        પરંતુ જો ધ્યાનથી વિચારવામાં આવે તો જે વ્યક્તિની ઓળખાણ (જેક) નથી તેમનું શું? Perticularly શિક્ષણ ક્ષેત્રે જ વાત કરું તો જે વિદ્યાર્થી સાચા અર્થમાં વિદ્યાનો અર્થી છે તે દિવસ રાત એક કરીને ઉત્તમ જ્ઞાન તો પ્રાપ્ત કરે છે પરંતુ તેમ છતાં એ પોતાના જ સહપાઠી કે જેની ઓળખાણ વધુ અને લાયકાત ઓછી છે તેના કરતા મોડી અને ઓછી ગુણવત્તાવાળી નોકરી મળતી હોય છે.આજ સુધી મેં ઘણાને એવો ફાંકો મારતા જોયા છે કે "મારે તો માત્ર  ડિગ્રી જ જોઈએ છે બાકી બધું સેટીંગ પપ્પા કરી દેશે" પણ તેઓ એ નથી જાણતા કે પોતે બીજાનો હક છીનવી રહ્યા છે.
                                        જો આપણી આસપાસ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો જાણવા મળશે કે ઘણા લોકો 'જેક'-આધીન જ છે.ઓળખાણનું જેક સ્વરૂપ એટલું વિસ્તૃત છે કે ઘણી વાર તો આપણે પણ વિચારમાં પડી જઈએ કે "સાલું ઓળખાણ નઈ હોય તો કામ કેવી રીતે થશે?".
                                        આમ,ગુઢતાભરી અસમંજસમાં નાખી દેતા આજના આ 'જેક-યુગ'માં જેક વગર જ કોઈ કામ થઇ જાય તો એ મળેલી મોટી સફળતાથી ઓછું નથી.
                                                                                            BHARGAV
                                             

2 comments:

  1. ya bro....જેક હશે તો જ ઝીંદગી ની ગાડી ઉચી થશે....lol..

    ReplyDelete