સામાન્ય રીતે ચિંતા એ દરેક જીવના જીવનનું અભિન્ન પાસું છે.ચિંતા વિષે અત્યાર સુધી અગણિત લેખ લખાયા છે પરંતુ લેખક અને એ વ્યક્તિ કે જે ચિંતામાં છે તે બંનેની મનઃસ્થિતિ વચ્ચે એક સંસારી અને સન્યાસી જેટલો તફાવત છે.ચિંતા વિષે લખનાર લેખકને માત્ર કલ્પનાથી સમગ્ર લેખ ની રચના કરવાની હોય છે જયારે ચિંતામાં રહેલો માનવી એ કલ્પનાને વાસ્તવિકતાના સ્વરૂપમાં જીવી રહ્યો હોય છે.પણ આ ચિંતાનું ખરેખરું વર્ણન છે શું? ચિંતાની વ્યાખ્યા શું છે?
મારા અનુભવ અનુસાર ચિંતા એટલે "વર્તમાનમાં ઘટતી ઘટનાઓનું ભવિષ્ય સાથે અકારણ થતું જોડાણ".અર્થાત સામાન્ય અર્થમાં ચિંતા એ ભવિષ્યનું ભયાવહ કાલ્પનિક સ્વરૂપ છે.ચિંતાની પ્રકૃતિ માણસે માણસે બદલાતી રહેતી હોય છે.પરંતુ આ બદલાતા સ્વરૂપોની ક્યાંક ને ક્યાંક તો સુસંગતતા નિશ્ચિતરૂપે હોય જ છે.
ચિંતાનું " hot favorite " ઉદાહરણ જોઈએ તો:-માતાપિતાને પોતાના સંતાનના વિષયમાં ચિંતા હોય કે મારો દીકરો/દીકરી સારી રીતે ભણીગણીને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરે એટલે બસ ચિંતા પૂરી,પણ એ જ માતાપિતાને એ ચિંતા પૂરી થયા બાદ એ હોદ્દા પરથી એક ઉપરના હોદ્દા પર સંતાનને જલ્દીથી પહોચતા જોવાની ચિંતા થાય છે.આમ આ ઉદાહરણ દ્વારા દેખીતું જ છે કે ચિંતા અલગ અલગ સ્વરૂપે પણ અનંત છે.
આ તો થઇ ચિંતા વિશેની વાત ! પણ જો ચિંતાથી મુક્ત એવું અચિંત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો શું ઉપાય છે?આ સવાલના જવાબ માં ઘણા સ્વરૂપો હોઈ શકે છે.કોઈ કહેશે કે ચિંતા કરવી જ શું કામ?,તો બીજું વ્યક્તિ કહેશે કે જે મળે તેમાં સંતોષ રાખવો,પરંતુ એ સતોષ જ અસંતોષ જન્માવે ત્યારે શું?.વસ્તુતઃ આ બધા ઉત્તરોથી પરે પણ એક ઉત્તર છે અને એ છે "ચિંતન ".
ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર જયારે કોઈ ચિંતા હોય ત્યારે ચિંતન કરવું આવશ્યક છે.ચિંતા ઉત્પન્ન કરતી પરિસ્થિતિ વિશેનું ચિંતન જ માત્ર એક ઉપાય છે.સામાન્ય રીતે ચિંતન કરવું એ કોઈ તપસ્યા કરવા જેવું આકરું કાર્ય નથી,આપણે સૌ દરેક સંજોગોમાં ચિંતન કરવા માટે સક્ષમ હોઈએ છીએ જરૂર છે તો માત્ર એક પ્રયાસની.ચિંતનની સાદી વ્યાખ્યા છે કે"ચિત્તને ઝંઝોડવાની પ્રક્રિયા એટલે જ ચિંતન".ચિંતાના મૂળમાં માત્ર મનની અકળ ગતિ જ છે.જયારે આપણું હૃદય આપણા મનને આધીન થઇ જાય છે ત્યારે ચિંતા જન્મ લે છે.
આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે સંસારી અને સન્યાસી વચ્ચે શું તફાવત છે?જવાબ એ છે કે સંસારી વ્યક્તિ હંમેશા ચિંતામાં હોય છે જયારે સન્યાસી સદાય ચિંતનમાં રાચતો હોય છે.મારો કહેવાનો મતલબ એ નથી કે આપને પણ સન્યાસી થઈને સતત ચિંતન કરતા રહીએ પરંતુ આપણે "ચિંતા ચિતા સમાન છે " પંક્તિનો અર્થ જાણીએ છીએ પણ તેનો મર્મ નથી સમજી શક્યા.
પ્રથમ જોતા ચિંતાની પરિસ્થિતિમાં મનને ચિંતનમાં કાર્યરત કરવા માટે ઊર્મિક પરિશ્રમ કરવો આવશ્યક છે પરંતુ "ચિંતાથી ચિંતન સુધીની સફરમાં થોડું SUFFER થવું એ ચિંતાના લીધે SUFFER થવા કરતા સવાયું છે."
--BHARGAV K PATEL

No comments:
Post a Comment