"I am in little hurry right now, so will talk to you later"!!!! આવા શબ્દો કોઈકના મોઢે હું લગભગ રોજ સાંભળું છું અને માનું છું ત્યાં સુધી તમે પણ સંભાળતા જ હશો.અને સાથે જ વિચારું છું કે ખરેખર આ માણસ "talk to you later" (whats app ની ભાષામાં ttly)નું પાલન કરે છે ખરો?? લાગે છે કે આ hurry શબ્દની શોધ સુવિધા કમ આપત્તિજનક વધારે છે.આજકાલ લગભગ બધા જ લોકોને કંઇક ને કંઇક કામને અંજામ આપવાની ઉતાવળ હોય છે,અને એ કામ પૂર્ણ થયું તો ના હોય અને કોઈ અન્ય કામ ને આખરી ઓપ આપવાની જલ્દી હોય છે.
Highways પર, tolltax પર અને even ટ્રાફિક સિગ્નલ પર પણ આ Hurry નું વર્ચસ્વ જોવા મળશે.કોઈપણ વ્યક્તિને (પછી ભલેને એ સાયકલ પર હોય કે લક્ઝરી કારમાં) જરાપણ રાહ જોવી નથી.વળી સરકારી ઓફીસોની બારી આગળ થતી લાઈનમાં તો એટલી બધી જલ્દીવાળા માણસોનો પરચો મળશે કે જાણે આ સ્થળે તો તેઓ માત્ર ઔપચારિક સ્વરૂપે જ ઉપસ્થિત છે.પછી જલ્દી ના બહાના હેઠળ એમને પ્રથમ તક આપવા જતા આપણી પરિસ્થિતિ નાના પાટેકરની ફિલ્મ 'ક્રાંતિવીર' માં પાણીના નળ પાસે ઘડો લઈને ઉભેલી પેલી વિધવા બહેન જેવી પ્રતીત થાય છે.
જો આ જ Hurry શબ્દને આપણી માતૃભાષામાં એ જ સ્વરૂપે લખવામાં આવે તો બનતો શબ્દ "હરિ" છે, અને હરિ એ સર્વ "hurry" નો પરિણામકર્તા છે.અર્થાત્, જગતની તમામ 'hurry' નો અંતિમ નિર્ણય હરિના જ હાથમાં છે.તમે કહેશો કે હરિ અને hurry ને કોઈ સંબંધ કેવી રીતે હોઈ શકે???તો એના જવાબમાં મારા favorite મહાભારતનું દ્રષ્ટાંત આપું કે આ યુદ્ધ અઢાર દિવસોના બદલે માત્ર ૧૮ સેકંડમાં જ પૂરું થઇ ગયું હોત જો ભગવાન કૃષ્ણ hurryમાં હોત!!!! જો ભગવાન સ્વયં જ કોઈ પણ કાર્યના સમાપનની નિશ્ચિત સમય સુધી રાહ જોતા હતા તો પછી 'who we the humans are to be in a hurry'!!!
આથી જ વિચારું છું કે hurryમય બનવા કરતા હરિમય બનવામાં શાણપણ છે. સહમત ???
-BHARGAV
agree....nice one bhargav..
ReplyDelete